પંચતંત્ર ગુજરાતી વાર્તા pdf - Free Download

Admin
0

 પંચતંત્ર ગુજરાતી વાર્તા pdf

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે પંચતંત્ર ગુજરાતી વાર્તા pdf

Download કરી શકો છો.


પંચતંત્ર ગુજરાતી વાર્તા.pdf 600kb




સાપ અને બગલો પંચતંત્ર ગુજરાતી વાર્તા


એક જંગલ હતું. જંગલમાં એક મોટું વડનું ઝાડ હતું તે વડના ઝાડ પર ઘણા બધાં બગલાં નિવાસ કરતાં હતાં. વડના થડની બખોલમાં એક કાળો સાપ રહેતો હતો. તે સાપ બગલાંનાં નાનાં નાનાં બચ્ચાંને ખાઈ જઈને તેનું ભરણ પોષણ કરતો. 

બચ્ચાંને સાપ ખાઈ જતો હતો તેથી બગલાં ઘણાં દુ:ખી હતાં. દુ:ખથી પીડાઈને એકવાર એક બગલો રડતો રડતો તળાવના કિનારે બેસી ગયો. 

તેને આમ ચિંતામાં બેઠેલો જાઇને તળાવમાં રહેતા એક કરચલાએ જોયો. તે તેની પાસે ગયો. અને પૂછ્યું : “મામાજી!
આજે આપ ખિન્ન થઈને કેમ રડી રહ્યા છો?' 

બગલાએ કહ્યું : “બેટા! રડું નહીં તો શું કરું? હું લાચાર છું. ઝાડના થડની બખોલમાં રહેતો કાળો સાપ મારું બધાં બચ્ચાને ખાઈ ગયો. આપની પાસે એ સાપનો નાશ કરવાનો ઉપાય હોય તો જલ્દી બતાવો. હું તેના દુષ્કર્મનો બદલો નહીં લઊં ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં થાય." 

બગલાની દર્દભરી દાસ્તાન સાંભળીને કરચલાએ વિચાર્યું - “આ બગલો તો અમારો પરાપૂર્વનો દુશ્મન છે. આજે ઠીક લાગ આવ્યો છે. તેને મારે એવો કોઈક કીમિયો બતાવવો જોઈએ કે તેની સાથે બીજાં બગલાં પણ મોતના મુખમાં ધકેલાઈ જાય.

મનમાં આ પ્રમાણે વિચારીને બગલાએ મીઠીવાણીમાં કહ્યું : “મામાજી! એક ઉપાય છે.’’ 

“શો ઉપાય છે?” અધીરાઈથી બગલાએ પૂછ્યું. 

“ઉપાય સહેલો છે. તમે બધા બગલા ભેગા મળી માછલાંના માંસના ટુકડાઓને કોઈક નોળિયાના દરથી શરૂ કરી સાપ રહે છે તે ઝાડની બખોલ સુધી વેરી દો. પછી નોળિયો માંસનો ટુકડો ખાતો ખાતો ઝાડની બખોલ સુધી પહોંચી જશે. અંતે બખોલમાં રહેતા સાપને એ જોશે. અને તમે તો જાણતાં જ હશો કે સાપ અને નોળિયાને તો બાપે માર્યા વેર છે. સાપને જોતાં નોળિયો તેના પર તૂટી પડશે અને તેના ટુકડે ટુકડા કરી નાખશે."


બગલો રાજી રાજી થઈ ગયો. તેણે આ વાત બીજાં બગલાંને કરી. પછી બધાં બગલાંએ ભેગાં થઈ કરચલાએ જેમ કહ્યું હતું તેમ કર્યું. 

નોળિયો માછલાના માંસના ટુકડા ખાતો ખાતો છેવટે પેલા વડના ઝાડની બખોલ સુધી પહોંચી ગયો. તેણે બખોલમાં બેઠેલા પેલા કાળા સાપને જોયો. તેનું લોહી ઉકળી ઊઠ્યું. તે સાપ પર તૂટી પડ્યો અને થોડી જ વારમાં સાપના રામ રમાડી દીધા. 

સાપને મારી નાખ્યા પછી તેની નજર વડના ઝાડ ઉપર રહેતાં ઘણાં બધાં બગલાં ઉપર પડી. અહા! આટલો બધો ખોરાક! તેના આનંદનો પાર ના રહ્યો. પછી તો રોજ એ વડના ઝાડ પર ચઢી જઈ બગલાંનો શિકાર કરવા લાગ્યો. દિવસો જતાં તેણે એક પછી એક એમ બધાં બગલાંને મારી નાખ્યાં.

Post a Comment

0Comments

Post a Comment (0)